ત્વચાને જગાડો અા ફેસ-પૅકથી

અેક ચમચી લીંબુનો રસ, અેક ચમચી ગ્લસરીન અને અેક ચમચી ગુલાબ જળ અેક બોટલમાં મિક્સ કરી ભરો અને ખૂબ હલાવો. રોજ સવારે નહાતાં પહેલાં અને રાત્રે સૂતી વખતે લગાવો.
બે ચમચી અોટસ, અેક ચમચી લીંબુનો રસ અને થોડું દૂધ મિક્સ કરો. નહાતાં પહેલાં અાખા શરીર પર લગાવો, પાંચ મિનિટ રાખો, પછી નહાઈ લો.
અેક કપ ગુલાબની તાજી પાંદડીઅો લઈ તેમાં અડધો કપ દૂધ નાખો, તેમાં અેક ચમચી ચણાનો લોટ અને થોડું ગુલાબ જળ નાખો. તેની પેસ્ટ બનાવીને હાથ, પગ અને ચહેરા પર નહાતાં પહેલાં લગાવો.
અેક ચમચી વેસેલિન અને અેક ચમચી ગ્લસરીન મિક્સ કરો. અાખી રાત રહેવા દો. ડ્રાય સ્કિન માટે અને શિયાળામાં ઉત્તમ ક્રીમ છે.
સુંવાળી રેશમી ત્વચા માટે બોડી લોશન તૈયાર કરો
અનેક ક્રીમ સુંવાળી અને રેશમી ત્વચા બનાવવાના દાવા તો કરે છે, પરંતુ નીચે અાપેલી ક્રીમ બનાવીને વાપરી જુઅો.
હેન્ડ અેન્ડ બાૅડી લોશન
સામગ્રી :
હાથ અને શરીર માટે પોષક
પા કપ કોપરાનું તેલ
પા કપ શીયા બટર
પા કપ કોકો બટર
અેક ચમચો અેલોવેરા જ્યૂસ
અેક ચમચી તમારી પસંદગીનું તેલ
૫-૧૦ ટીપાં સુગંધિત તેલ.
રીત :
શીયા બટર, કોપરાનું તેલ અને કોકો બટર ધીમા તાપમાન પર ગરમ કરો. બટર અોગળી જાય અેટલે ગેસ પરથી ઉતારી દો. તેમાં અેલોવેરા, બધાં તેલ નાખી સારી રીતે હલાવો અને કાચની બોટલમાં ભરી દો.
કોકોનટ, વેનિલા, બટર
સામગ્રી : કોપરાનું તેલ વેનિલા અેસેન્સ

રીત :
દરેક પ્રવાહીને મિક્સ કરો. તેમાં જામી ગયેલા કોપરાના તેલને પણ અોગાળીને નાખો અને ૨-૩ મિનિટ સુધી મિક્સરમાં ચલાવો. તેમાં વેનિલા અેસેન્સ નાખો. થોડી વારે ઢાંકણું ખોલી તેની સાઇડ પર જામેલા મિશ્રણને પણ મિક્સ કરો. ૪-૫ મિનિટ સુધી મિક્સર સ્પીડમાં ચલાવો અને જ્યારે તેમાં ફીણ અાવે અેટલે બંધ કરો. અા લોશનને સાફ કન્ટેનરમાં ભરો અને ફ્રીઝમાં મૂકો.
કોકોનટ અને અેલોવેરા લોશન
સામગ્રી :
કોપરું તેલ
અેલોવેરા જેલ
અાવશ્યક તેલ
રીત :
કોપરાના તેલને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકો. બાઉલમાં મૂકેલા તેલમાં અાવશ્યક તેલ અને અેલોવેરા નાખી ત્યાં સુધી હલાવતાં રહો જ્યાં સુધી તેમાં ફીણ ન અાવે.
કોકોનટ લોશન
સામગ્રી :
કોપરાનું તેલ
તમારી પસંદગીનું તેલ
રીત :
કોપરાના તેલને ગરમ કરો. તેમાં અાવશ્યક તેલ નાખો અને સારી રીતે મિક્સ કરો. તેને કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરો.

You might also like