૧૫ દર્દીઓને આવેલો અંધાપો કામચલાઉઃ નગરીના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટનો દાવો

અમદાવાદ: મ્યુનિસિપલ હોસ્પિટલ સંચાલિત નગરી હોસ્પિટલમાં આંખના પડદાની તકલીફથી પીડાતા ૧૫ દર્દીઓએ મંગળવારની રાત્રે સારવાર બાદ આંખની રોશની ગુમાવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે નગરી હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો. તેજસબહેન દેસાઈએ એવો દાવો કર્યો છે કે આ દર્દીઓને ઘનિષ્ઠ સારવારના અંતે રોશની પરત મળશે. આ દર્દીઓને ઈન્જેકશનની આડઅસરથી કામચલાઉ અંધાપો આવ્યો છે.

શહેરના મેયર ગૌતમ શાહ કહે છે કે નગરી હોસ્પિટલની આ ઘટનામાં ડોક્ટરો જવાબદાર નથી. પ્રાથમિક તપાસમાં ઈન્જેકશન એવાસ્ટીનની સાઈડ ઈફેક્ટથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા ઈન્જેકશનના સેમ્પલ લીધા હોઈ પાંચ-છ િદવસમા રિપોર્ટ આવશે. આ તમામ દર્દીઓને તેમના પરિવાર સાથે ચારથી છ અઠવાડિયા સુધી સમગ્ર સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિઃશુલ્ક રખાશે. નગરી હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો. તેજસબહેન દેસાઈ વધુમાં કહે છે કે અત્યારે દર્દીઓને સતત હાઈડ્રોપની સારવાર આપીને તેમને આવેલો સોજો દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

એક વખત સોજો દૂર થશે તે દર્દીઓને રોશનીના મામલે પણ રાહત મળશે. દરમિયાન મ્યુનિ. કોંગ્રેસના દિનેશ શર્માએ એવો આક્ષેપ કર્યો છે કે આ દર્દીઓની હાલતમાં કોઈ સુધારો થયો નથી. એક જ બોટલમાંથી ૧૫ દર્દીને ઈન્ફેકશન થયું હોવાથી આ કમનસીબ ઘટના સર્જાઈ છે એટલે જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.

You might also like