આંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’

યોગ ઘણી શારીરિક સમસ્યાઓના સમાધાનમાં કારગત સાબિત થયો છે. દૃષ્ટિ કમજોર હોવી કોમન સમસ્યા છે. આજકાલ નાનાં બાળકો પણ તમને ચશ્માં પહેરેલાં જોવા મળશે. આવા સંજોગોમાં જો તમારી આઇ સાઇટ વીક હોય તો તેમાં સુધારો શક્ય છે. શરૂઆતનું સ્ટેજ હોય તો ચશ્માં હટી પણ જાય છે.

આંખોના પાવર માટે કેટલાંક યોગ પોશ્ચર્સ અને એક્સર્સાઇઝ તમે કરી શકો છો. સૌથી પહેલાં આંખો બંધ કરીને બેસો. ૧૦ મિનિટ સુધી તેને હથેળીથી બંધ રાખો. તેના પર વજન ન આવવા દો. આનાથી આંખો રિલેક્સ થશે. પોલ્યૂશન, કમ્પ્યૂટર અને ટીવીની તેજ રોશની, સૂવા-ખાવાની ખરાબ આદતો આ બધું તમારું આરોગ્ય ખરાબ કરી શકે છે.

વિઝન યોગથી આંખોની મસાજ થાય છે. આંખોના મસલ્સનું વર્કઆઉટ થાય છે. આંખનો થાક પણ દૂર થાય છે. કોઇ વસ્તુને પેડુલમની જેમ લટકાવીને આંખોના ફોકસને એક બાજુથી બીજી બાજુ શિફ્ટ કરો. તેનાથી આંખોના લેન્સને ફોકસ કરવામાં મદદ મળે છે. પાણી ભરેલા કપમાં આંખ રાખીને ૧૦ મિનિટ તેને ઝપકાવો, તેનાથી અાંખોના વોલંટરી અને ઇનવોલંટરી મસલ્સની એક્સર્સાઇઝ થશે.

You might also like