ગુપ્તતાનો અધિકાર સેક્શુઅલ ઓરિયેન્ટેશન મહત્વપુર્ણ અંગ : સુપ્રીમ

નવી દિલ્હી : ગુપ્તતાનો અધિકાર મૌલીક અધિકાર ગણાવાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેક્શ્યુઅલ ઓરિએન્ટેશન ગુપ્તતાનું મહત્વપુર્ણ અંગ છે. સાથે જ કહ્યું કે ડેટા પ્રોટેક્શન માટે સરકારને મજબુત તંત્ર વિકસિત કરવું પડશે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સહિત 4 જજે એક સાથે જજમેન્ટ લખ્યું જ્યારે બાકી 5 જજોએ અલગ અલગ નિર્ણય લખ્યા છે પરંતુ તમામે એક મતથી ગુપ્તતાનાં અધિકારને જીવનનાં અધિકારનો મુળભુત હિસ્સો ગણાવ્યો છે.

સેક્શ્યુઅલ ઓરિયેન્ટેશનને ગુપ્તતાનું મહત્વનું અંગ ગણાવ્યા બાદ હવે LGBT સમુદાયની આશા વધી ગઇ છે કે સમલૈંગિકતાનો અપરાધ માનનારા આઇપીસીનાં સેક્શન 377ને અંત કરવાનો રસ્તો સ્પષ્ટ થઇ શકશે. હાલ સમલૈંગિકતાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચે આ કેસ ચાલી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસે કહ્યું કે ગુપ્તતાનાં મુળમાં વ્યક્તિગત ધનિષ્ટતા, પારિવારીક જીવન, લગ્ન, પ્રજનન, ઘર, સેક્સુઅલ ઓરિયેન્ટેશન તમામ છે. સાથે જ પ્રાઇવેસી વ્યક્તિગ્ત સ્વાયત્તાની સેફગાર્ડ છે જે કોઇનાં જીવનમાં મહત્વપુર્ણ રોલ છે. વ્યક્તિની ઇચ્છા, જીવન શૈલી સ્વભાવિક રીતે તેની અંગતતા છે. ગુપ્તતા બહુલતા અને વિવિધતાવાળી સંસ્કૃતીને પણ પ્રોટેક્ટ કરવાનું છે. આ તમામ સમજવું પડશે કે કોઇ પણ ગુપ્તતા જાહેર સ્થળોમાં પણ પુરી નહી થાય.

You might also like