યૂરિનને કોઇ દિવસ રોકશો નહીં, રોકશો તો ભોગવવા પડશે ગંભીર પરિણામ

યૂરિનને લઇને દરેક લોકો હંમેશા સતર્ક રહેવા માંગે છે. જો યૂરિન આવે તો તરત કરવું જોઇએ. એને રોકી રાખવાની ભૂલ ક્યારેય કરશો નહીં. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે યૂરિન રોકવાથી ગંભીર બીમારી થઇ જાય છે.

એને એમ જ નજરઅંદાજ કરશો નહીં. યૂરિનને રોકવાની સીધી અસર કિડની પર પડે છે. કિડનીનું કામ પેશાબ દ્વારા શરીરનું યૂરિક એસિડ જેવા તત્વો બહાર નિકાળવાનું છે જો તમે યૂરિનને શરીરની બહાર જવા દેતા નથી તો કિડની પર દબાણ વધશે અને સાથે કિડનીમાં ફિલ્ડરની પ્રક્રિયા ધીરી થઇ જશે. આ ઉપરાંત શરીરમાં પડેલા ટોક્સિસ તમને નુકસાન પહોંચાડી શકે છે.

જો તમારું પેશાબ તંત્ર સ્વસ્થ છે તો સામાન્ય રૂપથી 2 થી 4 કલાક સુધી પેશાબ રોકવો ખતરનાક બની શકશે નહીં. પેશાબ રોકવાથી યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થઇ શકે છે. પેશાબ રોકીને રાખવાથી કિડની સંબંધિત બીમરીઓ થવાની શક્યતા વધી જાય છે.

આ સંબંધમાં ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સૂચના છે. પ્રેગનેન્ટ મહિલાઓમાં પહેલાથી જ યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન થવાનું જોખમ રહે છે, પરંતુ ગર્ભવતી મહિલાઓ પેશાબ રોકે છે તો એનાથી UTI નું જોખમ વધારે વધી જાય છે.

You might also like