માલ્યાનો મોટો ખુલાસો,”દેશ છોડ્યાં પહેલાં જેટલીને મળ્યો હતો”

લંડનઃ ભારત જોડેથી કરોડોનું દેવું લઇને ફરાર થયેલ દારૂનાં કારોબારી વિજય માલ્યાએ કહ્યું કે,”તેઓ ટૂંક સમયમાં જ દરેક હિસાબ ચૂકતા કરી દેશે. માલ્યા આજનાં રોજ ભારતીય બેંકોનાં દેવા મામલામાં સુનાવણી માટે કોર્ટે પહોંચ્યાં હતાં.

ત્યાં જજ ભારતીય અધિકારીઓ દ્વારા મુંબઇ જેલમાં માલ્યાને માટે કરવામાં આવેલી તૈયારીનાં વીડિયોની સમીક્ષા કરવામાં આવતી હતી. આ પહેલા જુલાઇમાં વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટની જજ એમા અર્બુથનાટે માલ્યાની શંકાઓને દૂર કરવા માટે ભારતીય અધિકારીઓને ઓર્થર રોડ જેલની બેરક નંબર 12નો વિગતવાર વીડિયો જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ દરમ્યાન માલ્યાએ જણાવ્યું કે,”મેં મામલાની સંપૂર્ણ રીતે સેટલમેન્ટને માટે કર્ણાટક કોર્ટમાં અપીલ કરી છે અને મને આશા છે કે માનનીય જજ આને ધ્યાને રાખીને મારા પક્ષમાં નિર્ણય સંભળાવશે. દરેકનો હિસાબ ચૂકતે કરી દઇશ અને મને લાગે છે કે આ જ એક જરૂરી ઉદ્દેશ્ય છે. માલ્યાનાં વકીલે કહ્યું કે આ વાતનો કંઇ જ પુરાવો નથી કે માલ્યા અથવા કિંગફિશરે ખરાબ ઇરાદાએ બેંકનાં ઋણ માટે અરજી કરી.

તમને જણાવી દઇએ કે માલ્યા પર ભારતમાં અંદાજે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગેલો છે. 62 વર્ષનાં માલ્યા કિંગફિશર એરલાઇન્સનાં પ્રમુખ છે અને ગયા વર્ષે એપ્રિલમાં રજૂ કરાયેલ વોરન્ટ બાદથી તેઓ જામીન પર જ છે. ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ)એ પૂછપરછ કરી હતી અને વીડિયોને કોર્ટમાં જમા કરવા માટે રજાની માંગ કરી હતી. વીડિયો કોર્ટમાં જમા કરાવી દેવાયો. જ્યાર બાદ આજે કોર્ટની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ બહાર માલ્યાએ જણાવ્યું કે, તેઓએ મંત્રી સાથે મુલાકાત કરી હતી અને બેંકોની સાથેનાં મામલાને સમાધાન કરવાની રજૂઆત કરી હતી. બેંકે અમારા સેટલમેન્ટ લેટર પર આપત્તિ દર્શાવી હતી. માલ્યાએ મંત્રીનું નામ લીધા વગર કહ્યું કે,”હું ભારતમાંથી રવાના થયો હતો કેમ કે એક મુલાકાતનો કાર્યક્રમ હતો. રવાના થતા પહેલાં હું નાણાંમંત્રીને મળ્યો હતો અને સમાધાનની રજૂઆત કરી હતી.”

You might also like