બિહારમાં પરત ફર્યું જંગંલરાજ : DIG પાસે ખંડણી મંગાઇ

સહરસા : બિહારમાં એક પછી એક ખંડણીની ઘટનાઓ વધી રહી છે. બિહારમાં જાણે જંગલરાજ ફરીથી પાછું ફર્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બિહારનાં ડીઆઇજી પાસેથી લાંચ માંગતો ફોન આવ્યો. જેથી અંદાજ લગાવી શકાય કે સામાન્ય માણસની હાલત તો કેવી હશે. આ વખતે સહરસાનાં ડીઆઇજી ચંદ્રિકા રાય પાસેથી ફોન પર 20 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જેમાં કહેવાયું કે જો ખંડણી નહી આપે તો તેનાં પરિવાર સહિત તેને મારી નાખવામાં આવશે.

ડીઆઇજી ટુંક સમયમાં રિટાયર થનાર છે, તેઓને રિટાયરમેન્ટ પહેલા મોટી રકમ મળશે. આ મળનારી રકમને ધ્યાનમાં રાખીને તે લૂંટારૂએ ખંડણી માંગી હતી. જો કે તેઓને રકમ ક્યારે મળવાની છે અને કેટલી મળવાની છે તે પણ લૂંટારૂઓને ખબર હતી. જેથી ખ્યાલ આવી શકે છે કે લૂંટારૂઓની પહોંચ કેટલે સુધી છે.

પોલીસે આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લેતા સહરસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. હજી થોડા દિવસો પહેલા જ મોતિહારી સિવિલ કોર્ટનાં જજ નિશાંત કુમાર પ્રીયદર્શી પાસેથી પણ 25 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. તેમને પણ જો ખંડણી નહી મળે તો પરિવારને અથવા તો તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે જજ દ્વારા ફરિયાદ દાખલ કરાવાયા બાદ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

You might also like