‘રાહુલ ગાંધી માફી માંગે અથવા ટ્રાયલો સામનો કરે’: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન ‘મહાત્મા ગાંધીને આરએસએસે માર્યા’ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઇ, જેમાં કોર્ટે કહ્યું કે તે પોતાના આ નિવેદન પર માફી માંગે અથવા માનહાનિના કેસનો સામનો કરવા માટે તૈયાર રહે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે તમે એક આખા સંગઠન પર આરોપ લગાવી ન શકો. રાહુલ ગાંધીના વકીલે તેમના નિવેદનના પક્ષમાં કહ્યું કે આ ઐતિહાસિક તથ્ય છે અને આ સરકારી દસ્તાવેજોનો ભાગ છે.

કોર્ટે કહ્યું કે જો રાહુલ ગાંધી પોતાનો બચાવ કરવા માંગે છે અને પોતાના નિવેદન માટે માફી માંગવા ઇચ્છતા નથી તો સારું રહેશે કે તે કેસનો સામનો કરે.

ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ આર એફ નરીમનની પીઠે આ કેસની સુનાવણી બે અઠવાડિયા સુધી ટાળી અને 27 જુલાઇના રોજ સુનાવણી કરી રાહુલ ગાંધીની માંગણીને નકારી કાઢી. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના વકિલ કપિલ સિબ્બલ પાસે આ પહેલાં સમય નથી એટલા માટે સુનાવણી બે અઠવાડિયા માટે ટાળવા માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ 2014માં થાણેમાં એક રેલી દરમિયાન આરએસએસની વિરૂદ્ધ આપેલા નિવેદન પર દાખલ ક્રિમિનલ અરજીને નકારી કાઢવા માટે રાહુલ ગાંધીને મે 2015માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

રેલીમાં તેમણે કહ્યું હતું કે આરએસએસના લોકોએ ગાંધીજીની હત્યા કરી અને આજે તેમના લોકો (ભાજપ) તેમની વાત કરે છે. તે લોકોને સરદાર પટેલ અને ગાંધીજીનો વિરોધ કર્યો હતો.

You might also like