એક્સપ્રેસ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ ટ્રાફિક જામ થતાં હાલાકી

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી સાંજે પીજ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ભારે હાલાકી સર્જાઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.  અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક પીજ ચોકડી પાસેથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ ડમ્પરનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

અાથી ડ્રાઈવરે શોર્ટ બ્રેક મારી ડમ્પરને રોડ પર જ ઊભી રાખી દીધું હતું. અા વખતે પાછળના ભાગેથી પુરઝડપે અાવી રહેલી ટ્રક ડમ્પરના પાછળના ભાગે ઘૂસી જતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અા અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ટ્રકચાલક નીતિનભાઈ અરવિંદભાઈ વાળાનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બેને ઈજા થઈ હતી.

અા બનાવના પગલે અાજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો દોડી અાવ્યા હતા અને ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ અા અંગે નાસી છૂટેલા ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like