એક્સપ્રેસ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરીઃ લક્ઝુરિયસ કાર ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી બુટલેગરો મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ચોક્કસ બાતમીના અાધારે પોલીસે વોચ ગોઠવી મોડી રાતે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક લક્ઝુરિયસ કારને દારૂના જથ્થા સાથે અાબાદ ઝડપી લઈ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં વધી રહેલી દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસે હાથ ધરેલા અભિયાનના પગલે નડિયાદ પોલીસે એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે પર રાત્રી પેટ્રોલિંગ શરૂ કરી સઘન વોચ ગોઠવી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક્સપ્રેસ હાઈવે પરથી બુટલેગરો લકઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરે છે. જે બાતમીના અાધારે એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી દરેક કારની તલાશી લેવાનું શરૂ કર્યું હતું.

દરમિયાનમાં મોડી રાતે લકઝુરિયસ કાર પુરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી કારને ઝડપી લઈ જડતી કરતાં કારમાંથી મોંઘીદાટ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે કારચાલક રૂપેશ કેન્દુલકરની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે અા વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના કોઈ બુટલેગરને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અાશરે રૂ. અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અા ઉપરાંત સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર બાવડી ગામ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક અાઇશર ગાડીને ઝડપી લઈ કુલ રૂ. ૨૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ઈમરાન કાદર બલોચ ધરપકડ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like