એક્સપ્રેસ હાઈવે અને ગીતા મંદિર નજીક અકસ્માતઃ બેનાં મોત

અમદાવાદ: એક્સપ્રેસ હાઈવે અને ગીતા મંદિર નજીક સર્જાયેલા અકસ્માતના બે બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિનાં મોત થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બોરિયાવી પાસે ટેમ્પો ટ્રકની પાછળ ઘૂસી જતાં સુરતના રહીશ ધીરજલાલ નામના અાધેડનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. અા ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક બંને તરફ જામ થઈ જતાં અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.
જ્યારે અાજે સવારે ગીતા મંદિર બસસ્ટેન્ડ સર્કલ પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી એક એકસટી બસે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવાની પાછલી સીટ પર બેઠેલી એક મહિલાનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક્ટિવાચાલકને ઈજાઓ પહોંચી હતી. પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

You might also like