અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર મોડી રાત્રે અકસ્માતઃ બેનાં મોત, બે ગંભીર

અમદાવાદ: અમદાવાદ-વડોદરા હાઇવે પર નડિયાદ નજીક મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ-વડોદરા હાઇવે પર નડિયાદ નજીક વાંઠવાડી ગામ પાસેથી મોડી રાત્રે પસાર થઇ રહેલ એક આઇશર ગાડી આગળ જઇ રહેલ ટ્રક પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇશરમાં બેેઠેલ બે વ્યક્તિનાં મોત થયા હોવાનું અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. મરનારના નામ, સરનામાં મળ્યાં નથી. અંકલેશ્વર નજીક ભરૂચી નાકા પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને બાઇકસવાર ત્રણેય યુવાનોને ગંભીર ઇજા પહોંચતા ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ત્રણેયનાં મોત થયાં હતાં.

http://sambhaavnews.com/

You might also like