એક્સપોઝર જરૂરી, પરંતુ કોઈને આકર્ષવા નહીંઃ રિચા

મુંબઇઃ રિચા ચઢ્ઢાની ગણતરી ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. તેણે ફિલ્મોમાં એક્સપોઝર પણ કર્યું છે. તે સફળતા માટે એક્સપોઝરને જરૂરી પણ માને છે. તે કહે છે એક હદ સુધી
તે જરૂરી પણ છે, પરંતુ ઘણી અભિનેત્રીઓ એક્સપોઝર જરૂરી માનવાના કારણે જ આ રસ્તો અપનાવે છે, પરંતુ જ્યાં સુધી મારી નજરની વાત છે તો હું માત્ર દર્શકોને લોભાવવા માટે એક્સપોઝરનો સહારો નહીં લઉં.
તો શું રિચા આગળ પણ આવા સીન આપતી જ રહેશે? આ વાતના જવાબમાં તે કહે છે કે એક કલાકાર હોવાના કારણે મને કોઇ પણ પ્રકારના સીન કરવામાં વાંધો નથી, પરંતુ મને ખ્યાલ હોવો જોઇએ કે નિર્માતા-નિર્દેશકોનો ઇરાદો માત્ર એક્સપોઝરના જોરે ફિલ્મ વેચવાનો નથી. ઇ‌િન્ટમેટ સીનના નામે હું ન્યૂડ સીન તો ન જ આપી શકું, કેમ કે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને હું હદ અને મર્યાદા પાર નહિ કરું.
રિચા હવે ‘જિયા ઓર જિયા’ની સાથેસાથે ‘ઇશ્કેરિયા’, ‘ધૂમકેતુ’, ‘ઓર દેવદાસ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. મોડલિંગ કર્યું હોવા છતાં રિચા ચઢ્ઢા રેમ્પ પર ઊતરતાં પહેલાં નર્વસ થઇ જાય છે.•

You might also like