ઇસ્તામ્બૂલમાં આત્મઘાતી વિસ્ફોટ : 10 લોકોનાં મોત

ઇસ્તામ્બુલ : તુર્કીશ મીડિયાનાં અહેવાલ અનુસાર રાજધાની ઇસ્તામ્બુલમાં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 10 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 15 લોકોનાં ઘાયલ થયાનાં સમાચાર છે. તુર્કીની ડોગાન ન્યૂઝ એજન્સીએ કહ્યું કે આત્મઘાતી બ્લાસ્ટનાં જર્મનીનાં છે. નોર્વે અને પૂરૂનાં એક એક નાગરિક ઘાયલ થયા છે. તુર્કીનાં પ્રમુખ ઓર્ડોગને પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે ઇસ્તામ્બુલમાં સીરિયન મૂળનાં હૂમલાખોરે આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો.

તુર્કીમાં આત્મઘાતી બ્લાસ્ટ પછી જર્મનીનાં વિદેશ મંત્રાલયે સમગ્ર તુર્કીમાં આતંકવાદી હૂમલા થવાની દહેશત પણ વ્યક્ત કરી હતી. તે સિવાય જર્મનીએ ઇસ્તંબુલમાં પોતાનાં નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓથી દુર રહેવા માટે જણાવ્યું હતું. ડોગાન ન્યૂઝ એજન્સીનાં અહેવાલ અનુસાર મંગળવારે ઐતિહાસિક સુલતાનઅહેમત જિલ્લામાં બ્લાસ્ટ થયો છે. આ પર્યટકોમાં ખુબ જ જાણીતુ સ્થળ છે.

અહેવાલ અનુસાર હૂમલાનાં અહેવાલ બાદ મોટા પ્રમાણમાં બચાવ દળો અને સામગ્રીને રવાના કરી દેવાઇ છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ તો પોલીસે તપાસ આરંભી દીધી છે. આ હૂમલા પાછળ કોનો હાથ હોઇ શકે છે તે અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી શકી નથી.

You might also like