એક્સપાયરીના કારણે શેરબજારમાં શુષ્ક ચાલ

અમદાવાદ: એપ્રિલ એક્સપાયરીને લઈને શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી રહી છે. એશિયાઈ શેરબજારમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડની અસર પણ સ્થાનિક બજાર ઉપર જોવા મળી રહી હતી. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૨૦ પોઈન્ટના ઘટાડે ૨૬,૦૪૩ જ્યારે એનએસઈ નિફ્ટી ૧૧ પોઈન્ટના ઘટાડે ૭,૯૬૮ની સપાટીએ ખૂલી હતી.

આજે શરૂઆતે ભારતી એરટેલ, સિપ્લા, ઓએનજીસી, સન ફાર્મા અને કોલ ઈન્ડિયા કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ મારુતિ, ઈન્ફોસિસ, આઈટીસી, એચડીએફસી અને રિલાયન્સ કંપનીના શેર્સમાં ઘટાડાની ચાલ જોવાઈ હતી.

દરમિયાન આજે બેન્કિંગ સ્ટોક્સમાં સકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી. એસબીઆઈના શેર્સમાં ૦.૬૧ ટકા, પંજાબ નેશનલ બેન્કના શેર્સમાં ૦.૩૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર્સમાં ૦.૯૦ ટકા, બેન્ક ઓફ બરોડાના શેર્સમાં ૦.૨૨ ટકા, જ્યારે એક્સિસ બેન્કના શેર્સમાં ૦.૯૨ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

You might also like