પીચ પર થોડા ઘાસની અપેક્ષાઃ સંજય બાંગર

ભારતના બેટિંગ કોચ સંજય બાંગરને લાગે છે કે વેસ્ટ ઇન્ડીઝ સામે આવતી કાલથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં વિકેટ પર થોડું ઘાસ રાખવામાં આવશે. તેણે કહ્યું કે, ”અમારા ખેલાડી ધીમી અને જીવંત બંને પીચે રમવા માટે તૈયાર છે. સર વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમની પીચ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે, જેના પર તાજા ઘાસનો કેટલોક ભાગ નજરે પડી રહ્યો છે.”

બાંગરે જણાવ્યું કે, ”હવે પીચ પર થોડુંક ઘાસ નજરે પડી રહ્યું છે અને મેચ શરૂ થયા પહેલાં પીચ પર થોડુંક ઘાસ છોડી દેવામાં આવશે તો પણ અમને આશ્ચર્ય નહીં થાય, પરંતુ એ જોવું રહ્યું કે કેટલુંક ઘાસ છોડી દેવાશે. અમે આ જ વાત ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છીએ કે ઘાસવાળી કેટલીક પીચ જેમ જેમ રમત આગળ વધતી જશે તેમ તેમ ધીમી થઈ જતી હોય છે. અમને આ અંગેની જાણકારી છે.”

You might also like