આતંકી હાફિઝને ધરપકડનો લાગ્યો ડર, કોર્ટમાં કરી અરજી

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ ડરી ગયો હોય તેવું લાગે છે. હાફિઝને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેન મોનિટરિંગ ટીમની પાકિસ્તાનની મુલાકાત પહેલા પોતાની ધરપકડનો ડર સતાવી રહ્યો છે. હાફિઝે લાહોર સુપ્રીમ કોર્ટમાં ધરપકડથી બચવા માટે અરજી કરી છે.

હાફિઝે કહ્યું છે કે સરકાર ભારત અને અમેરિકાના કહેવા પર તેની ધરપકડ કરવા માગે છે. UNSCની મોનિટરિંગ ટીમ આ અઠવાડિયે ઇસ્લામાબાદની મુલાકાત લેવાની છે. ટીમ અહી એ જોશે કે.. પાકિસ્તાન વૈશ્વિક સંસ્થાની પ્રતિબંધિત સંબંધિત આદેશોનું પાલન કરી રહ્યું છે કે નહી.

ધરપકડની આશંકાએ સઇદે પોતાના વકીલ દ્વારા અરજી કરી છે કે કોર્ટ દ્વારા સરકારને તેની ધરપકડ ન કરવાને આદેશ આપવાની માગ કરી છે. તેની સાથે જ પોતાના સંગઠનો પર પણ કોઇ કાર્યવાહી ન થાય તેવી માગ કરી છે.

You might also like