આ વર્ષે ડોલર સામે રેકોર્ડ બ્રેક રીતે નબળો પડશે રૂપિયો: સર્વે

આ વર્ષે અમેરિકન ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો થશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક સર્વેમાં સામે આવ્યું છે કે ગ્લોબલ બોન્ડ યીલ્ડ્સમાં વધારો અને નોટબંધીને કારણે રૂપિયો વધુ નબળો પડશે.

ગયા વર્ષે ઈન્ડિયન કોન્ટિન્ટની ઘણી મુદ્રા સામે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને ભારતમાં નોટબંધીની જાહેરાત પછી 2016ના અંતમાં ઇન્વેસ્ટમેન્ટ ઝડપથી થઈ રહ્યું છે.
આશરે 30 ફોરન એક્સચેન્જ સ્ટ્રેટેજિસ્ટે પોલામાં આશંકા વ્યક્ત કરી છે કે એક જ મહિનામાં ડોરલ સામે રૂપિયો પડીને 68.50 પર આવી જશે. એટલું જ નહિ, આશંકા તો ત્યાં સુધીની છે કે વર્ષના અંત સુધીમાં રૂપિયો 69.50 પ્રતિ ડોલર સુધી પડશે. આ છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી નબળું અનુમાન છે. ત્રણ મહિના પહેલા રોઇટર્સે પોતાના એક સર્વેમાં કહ્યું હતું કે રૂપિયો એક વર્ષમાં 67.73 પ્રતિ ડોલર પર ટ્રેડ કરશે.

મુંબઈ સ્થિત એલ્ડવિસ ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં ફોરેન એક્સચેન્જ રિસર્ચના હેડ ભૂપેશ બમેટાએ કહ્યું છે કે ‘ગ્લોબલ બોન્ડ યીલ્ડ્સ અને મૂડી અમેરિકા તરફ ગતિમાન હોવાને કારણે આવનારા બે વર્ષોમાં કેપિટલ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટની હાલત સારી નથી.’ ટ્રમ્પની જીત પછી માર્કેટ્સ ફરીથી આશાવાદી છે કે તેમનું પ્રશાસન ટેક્સમાં કાપ મૂકશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડક્ટ્સ અને ડિરેગ્યુલેશન પર ભાર આપશે.

You might also like