બુટલેગરોનો નવો કીમિયોઃ કેરીની પેટીમાં સંતાડી વિદેશી દારૂની હેરાફેરી

અમદાવાદ: બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા માટે બુટલેગરો નીત નવા કિમીયા અજમાવે છે. ઊના બાયપાસ પાસેથી પોલીસે એક એસ.ટી. બસમાંથી કેરીની પેટીમાં છૂપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઇ એક મહિલાની ધરપકડ કરી હતી.

અગાઉની મળેલી બાતમીના આધારે પોલીસે સોમનાથ-દીવ રોડ પર ઊના બાયપાસ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક લકઝરી બસ પસાર થતા પોલીસે રોકી ઝડતી કરતા આ બસમાં કેરીની પેટીમાં છૂપાવેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

You might also like