હવે એક્ઝિટ પોલનું પ્રસારણ ૮ માર્ચના બદલે ૯ માર્ચે સાંજે થશે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના આખરી તબક્કા બાદ એક્ઝિટ પોલનાં પરિણામો જાણવા માટે લોકોને એક દિવસ વધુ રાહ જોવી પડશે. એક્ઝિટ પોલનું પ્રસારણ ૮ માર્ચની સાંજે નહીં, પરંતુ ૯ માર્ચની સાંજે પ્રસારિત કરવામાં આવશે. ચૂંટણીપંચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક-એક બેઠક પર ચૂંટણીને લઇને એક્ઝિટ પોલનું પ્રસારણ કરવાની તારીખ ૮ માર્ચથી બદલીને ૯ માર્ચ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ અને મણિપુરમાં આખરી તબક્કાનું મતદાન ૮ માર્ચે યોજાશે, પરંતુ ઉત્તરપ્રદેશની આલાપુર અને ઉત્તરાખંડની કર્ણપ્રયાગ બેઠક પર બે ઉમેદવારોના મૃત્યુના કારણે ચૂંટણીપંચે આ બેઠકો પર મતદાન સ્થગિત કરી દીધું હતું. હવે આ બંને બેઠકના મતદાન માટે ૯ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. આથી ચૂંટણીપંચે એવો આદેશ કર્યો છે કે એક્ઝિટ પોલનું પ્રસારણ ૯ માર્ચે સાંજે ઉપરોકત બંને બેઠકોનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક બાદ એટલે કે ૯ માર્ચે સાંજે પ-૩૦ કલાકે કરવા આદેશ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like