સેક્શુઅલ પરર્ફોમન્સ વધારશે આ આસન, જરૂરથી કરો

આપણી સેક્શુઅલ લાઇફ આપણા સ્વાસ્થ્ય અને આપણી ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે. જો તમારૂ શરીર ફિટ અને હિટ રહશે તો જ યોન ક્ષમતાના સંબંધોમાં યોગ્ય પરફોર્મ કરી શકાશે. જેમાં કેટલાક સરળ આસન તમારી મદદ કરશે. આ વ્યાયામ તમને સેક્શુઅલી એક્ટિવ બનાવશે. જેના માટે સીધા ઉભા રહેવાનું હોય છે. ત્યાર બાદ એક પગને જમણી તરફ ખોલી અને ઘૂંટણના જોરે વળવાનું હોય છે. બીજા પગે પણ આ રીતની પ્રક્રિયા રિપીટ કરો.

સ્કેવ્ટ્સઃ પોતાના સેક્શુઅલ પરર્ફોમન્સને વધારવા માટે સ્કેવ્ટ્સ કરો. આ એક સરળ પૈલ્વિક એરિયામાં બ્લડ સર્કુલેશન વધારે છે.

પુશઅપ્સઃ સૌથી પહેલા ઉંધા સુઇ જાવ. શરીરનો સમગ્ર ભાર હાથ અને પગ પર રાખો. બાકી શરીરને હવામાં છોડી દો. શરીરને નીચેની બાજુ લઇ જતી વખતે શ્વાસ છોડો અને ઉપરની બાજુ લઇ જતી વખતે શ્વાસ અંદર રાખો.

પ્લેંકઃ સૌથી પહેલાં પુશ-અપ્સની પરિસ્થિતીમાં આવી જાવ. ત્યાર બાદ પગ અને કમરને સીધી કરો. તમારૂ શરીર વચ્ચેથી વળવું ન જોઇએ. આ પરિસ્થિતીમાં જેટલી વાર રહી શકો તેટલા રહો. શ્વાસ પણ રોકેલા રાખો.

કીગલઃ તમારા ઘૂંટણને વાળીને આરામની સ્થિતીમાં બેસી જાવ. હવે તમે ધ્યાન કેન્દ્રિત કરી અને પીસી મસલ્સને ટાઇટ કરી સંકુચિત કરો. પીસી મસલ્સ પગની વચ્ચે પેલ્વિકની પાસે હોય છે. આ દરમ્યાન નોર્મલ શ્નાસ લો.

You might also like