એક્સર્સાઈઝ કરવાથી ડિપ્રેશન ઘટી શકે

કેટલાક જિનેટિકલ લક્ષણો ધરાવતા લોકોમાં ડિપ્રેશનના લક્ષણો દૂર કરવામાં એક્સર્સાઈઝથી ફરક પડી શકે છે. જો કે દરેક વ્યક્તિને એક્સર્સાઈઝથી એક સરખો ફાયદો થતો નથી. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે કસરતની જેના પર અસર થાય તેવા બે ચોક્કસ જનીન છે. જો તેમની હાજરી હોય તો ફિઝિકલ એક્ટિવીટીથી પણ મૂડમાં પરિવર્તન અાવી શકે. ડિપ્રેશન માટે વ્યક્તિએ સ્પેશિફિક સારવાર કરીને ઝડપી પરિણામ મેળવવું હોય તો અા જનીનની તપાસ કરવાની ટેકનીક શોધવી. એમ કરવાથી ચોક્કસ મિનિટોના વોકિંગ અથવા જોગિંગથી ડિપ્રેશનની સારવાર થઈ શકે.

You might also like