કસરત કરતી વખતે મ્યુઝિક સાંભળવું ઉપયોગી નથી

ઘણા લોકો કસરત કરતી વખતે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે એને કારણે શરીરને સારું લાગે છે અને પીડા થતી નથી.

જોકે હવે નવું રિસર્ચ એમ કહે છે કે કસરત કરતી વખતે મ્યુઝિક સાંભળવામાં આવે તો એનાથી આનંદ મળે છે, પણ મગજ કસરત પર ફોક્સ કરી શકતું નથી. આ વિશે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે પરિણામો એવાં મળ્યાં હતાં કે મ્યુઝિકને કારણે મગજ કસરત પર ફોકસ કરી શકતું નથી.

કસરત કરતી વખતે મ્યુઝિક સાંભળતાં લોકોના ઈલેક્ટ્રોએન્સેફેલોગ્રામ કાઢવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે મગજ એના કામ પર ફોકસ કરવામાં નિષ્ફળ રહે છે. આથી કસરત કરતી વખતે મ્યુઝિક સાંભળવું ન જોઈએ.

You might also like