ફક્ત 30 મિનિટમાં 700 કેલરી ઘટાડશે આ કસરત

વજન ઘટાડવાનું પાકુ મન બનાવી ચૂક્યા છો અને તેના માટે પરસેવો વહેવડાવવા તૈયાર છો તો કસરતની આ રીત તમારા માટે લાભદાયી બની શકે તેમ છે. બ્રિટનના વર્જિન એક્ટિવ જીમે  કસરતોનો એવો સેટ તૈયાર કર્યો છે જેમાં 30 મિનિટની હાઇ ઇન્ટેનસિટી એક્સરસાઇઝથી 700 કેલરીને બર્ન કરી શકાય છે. જેના માટે ત્રણ મિનિટ સુધી માત્ર 10થી 30 સેકન્ડના બ્રેકમાં એક પછી એક હેવી એક્સરસાઇઝ કરવાની હોય છે.  તમે એક વખત ચોક્કસ મિનિટોમાં નાના નાના સેટ્સના સ્વરૃપમાં ટ્વિસ્ટ, પુલ, લિફ્ટ, બેંડ, સ્કવૈટ જેવી કસરતો કરી શકો છો. તમે તમારી જરૂરીયાત મુજબ જીમમાં વિવિધ પ્રકારની હેવી એક્સરસાઇઝનો 30 મિનિટનો સેટ બનાવી શકો છે જેનાથી એકવારમાં 700 કેલરી બર્ન કરી શકાશે.

ઘરેલું ઉપચાર – પેટની ચરબી ઉતારવા આટલું કરો

શું તમે પેટની ચરબીથી પરેસાન છો અને ફાંદાળુ પેટ ઓછુ કરવાનું તમે નક્કી કરી લીધું છે તો દરરોજ મર્જરી યોગનો પ્રયોગ કરો. આ યોગમાં શરીરની મુદ્રા બિલાડીની જેમ હોય છે. જેને મર્જરી યોગ કહેવામાં આવે છે. આ યોગના અનેક ફાયદા છે આ યોગથી પેટની ચરબી તો ઘટે જ છે સાથે વજન પણ ઓછું થાય છે અને  શરીરને લચીલું બને છે. હાથના કાંડા અને ખભાને આ યોગક્રિયા મજબુત બનાવે છે. પાચન ક્રિયા અને લોહીનો સંચાર પણ યોગ્ય રાખવામાં મદદરૂપ થાય છે આ યોગપ્રક્રિયા.

જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે ગરદનનો દુઃખાવો, કમરનો દુઃખાવો કે સ્પોડ્લાઇટિસના દર્દીઓએ આ યોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૃરથી લેવી.  આ યોગને કરવાની ચોક્કસ રીત છે. બંને ધુટણો અને હથેળીના બળે ઉભા થવાનું હોય છે. (બિલાડીની મુદ્રામાં), બંને હાથ અને પગ સિધા રાખવાના હોય છે, માથુ સીધુ રાખી અને સામેની બાજું જોવાનું હોય છે. ત્યાર બાદ  થોડા ઉંડા શ્વાસ લઇને અને માથુ ઉપરની તરફ ઉઠાવવાનું હોય છે  અને આ રીતે શરીરને સ્ટ્રેચ કરવાનું હોય છે. આ યોગ નિયમિત કરવાથી ચોક્કસ પણે પેટની ચરબી તો ઘટાડી જ શકાય છે સાથે સુંદર અને આકર્ષક ફિગર પણ પ્રાપ્ત કરી શકાય છે.

 

You might also like