સ્માર્ટફોન દ્વારા કસરત કરવાથી મૂડ સુધરે છે

કસરત કરવાનું મોટાભાગના લોકોને કંટાળાજનક લાગતુ હોય છે એટલે જ કસરત ન કરવા માટે અાપણે જાતજાતના બહાના બનાવીએ છીએ. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે લોકોને સ્માર્ટફોન ખૂબ જ પ્રિય હોય છે. તેથી તેની સાથે સંકળાયેલી કસરતો પણ તેમને ગમે છે. સ્માર્ટફોનમાં પાંચ મિનિટનો વીડિયો ટ્યૂટોરિયલ જોઈને એ મુજબ કસરત કરવાની હોય તો તેનાથી કસરત કરવાનું ગમે છે અને મુડ પણ સુધરે છે. કસરત કરતી વખતે સ્માર્ટફોનના ઉપયોગથી તેમજ તેના દ્વારા ગાઈડન્સ મળતું હોય તો લોકોને એમાં મજા અાવે છે અને કસરત કરવાનો મુડ પણ બને છે.

You might also like