એક્સર્સાઈઝ કરવાથી વજન ઘટે કે ના ઘટે, અાયુષ્ય વધે છે

વજન ઘટાડવા માટે હેવી એક્સર્સાઈઝ કરવી જોઈએ તેવું અાપણે માનીએ છીએ પરંતુ વેઈટલોસ માટે માત્ર કસરત કરવા લાગી પડીએ તેનાથી ફાયદો થતો નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શરીરની ક્ષમતા વધે તેવી કસરત કરવાથી વજન ઘટવામાં લગભગ નજીવો ફાયદો થાય છે. સંશોધકોએ જણાવ્યું કે કસરત કરવાથી શરીરના અાંતરીક અવયવોની અાસપાસ જમા થતી ચરબી ઝડપથી ઘટે છે અને તેના કારણે અાંતરિક અવયવોની કાર્યક્ષમતા સુધરે છે. જો અા ચરબી જમા થયેલી રહે તો રોગો થવાનું જોખમ છે. અા રોગોનું જોખમ ઘટવાથી વ્યક્તિ હેલ્ધી અને લાંબુ જીવન જીવી શકે છે.

You might also like