પાટણ નગરપાલીકામાંથી કારોબારી ચેરમેનની હકાલપટ્ટી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસનાં સભ્યોએ ભાજપનાં ટેકાથી મુકેશ પટેલને ચેરમેન પદેથી હટાવ્યા છે. મુકેશ પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. જેથી કોંગ્રેસ અને ભાજપનાં 20 સભ્યોએ સાથે મળીને મુકેશ પટેલને આ પદેથી હટાવ્યા છે.
પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે નિમણૂંક કરાયેલ મુકેશ પટેલનું હાલમાં ભ્રષ્ટાચારનાં કૌભાંડમાં નામ સામે આવ્યું છે જે મામલે નગરપાલિકામાં સનસનાટી પણ વ્યાપી ગઇ છે. આ સાથે ભાજપ અને કોંગ્રસમાં પણ આ મામલે ઘણો હોબાળો મચી ગયો છે. જેથી કોંગ્રેસનાં સભ્યોએ તેનો વિરોધ દર્શાવતાં કોંગ્રેસે ભાજપની સાથે રહીને ચેરમેન પદેથી મુકેશ પટેલની હકાલપટ્ટી કરી છે.