એક્સાઈઝ રોલબેકઃ જ્વેલર્સ નિષ્ણાતોનું માર્ગદર્શન માગશે

અમદાવાદ: પાછલા ૩૬ દિવસથી ગુજરાત સહિત દેશભરના જ્વેલર્સ અનિશ્ચિત મુદતની હડતાળ પર છે. એક્સાઇઝના મુદ્દે અનિશ્ચિત મુદતની હડતાળ ક્યારે સમેટાશે તે સૌ જ્વેલર્સના મનમાં પ્રશ્ન છે ત્યારે હવે જ્વેલર્સ એક્સાઇઝના મુદ્દે સરકારે કેમ રોલબેક કરવો તે સંદર્ભે રાજ્યના જુદા જુદા શહેરમાં એક્સાઇઝ નિષ્ણાતો સાથે સેમિનારનું આયોજન કરી રહ્યા છે.

જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે શહેરમાં એક્સાઇઝ નિષ્ણાતોનું માર્ગદર્શન મળે તે માટે આવનારા દિવસોમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. આવતી કાલે વડોદરાના એક્સાઇઝ કાયદાના નિષ્ણાત દ્વારા આ મુદ્દે જ્વેલર્સને માર્ગદર્શન આપવાનું આયોજન કરાયું છે.

આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે જ્વેલર્સમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા એક્સાઇઝના મુદ્દે કેમ રોલબેક થઇ શકે તે અંગે એક્સાઇઝ નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરના જુદા જુદા શહેરોમાં જ્વેલર્સ માટે સેમિનારનું આયોજન કરવાની કવાયત હાથ ધરાઇ છે. આવતી કાલે વડોદરા ખાતે આ પ્રકારનું જ આયોજન થઇ રહ્યું છે. અમદાવાદમાં પણ આ પ્રકારનું આયોજન થનાર છે.

You might also like