રૂ. બે કરોડથી ઓછી રકમની એક્સાઈઝ ડ્યૂટીના કેસમાં જ્વેલર્સ પર કેસ નહીં

મુંબઇ: નાણાં વિભાગે જ્વેલરી કારોબારીઓની ચિંતા સંબંધે મોટી રાહત અાપી છે. નાણાં વિભાગે જણાવ્યું છે કે કેન્દ્રના એક્સાઇઝ ડ્યૂટીના અધિકારીઓ બે કરોડ રૂપિયાથી ઓછી રકમની એક્સાઇઝ ડ્યૂટી ચોરી કેસમાં જ્વેલર્સની ધરપકડ કરી શકશે નહીં એટલું જ નહીં તેઓ સામે કેસ પણ ચલાવી શકશે નહીં.

એટલું જ નહીં જે જ્વેલરી ઉત્પાદકોનું એક્સાઇઝ ડ્યૂટીનું ચુકવણું રૂ. એક કરોડથી ઓછું હશે તેઓનું પ્રથમ બે વર્ષમાં કોઇ એક્સાઇઝ ડ્યૂટી ઓડિટ કરવામાં આવશે નહીં. જોકે નાણાં વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જ્વેલરી ઉત્પાદક કે જેઓની એક્સાઇઝ ડ્યૂટીનું ચુકવણું રૂ. એક કરોડથી વધુ અને રૂપિયા ત્રણ કરોડથી ઓછું છે એવા જ્વેલર્સની દરેક બે વર્ષમાં એક વાર ઓડિટ કરવામાં આવશે, જ્યારે ત્રણ કરોડની ડ્યૂટીની ચુકવણી કરતાં જ્વેલર્સને દર વર્ષે ઓડિટ કરાવવું પડશે. સરકારની એક્સાઈઝ ડ્યૂટીના વિરોધમાં જ્વેલર્સે માર્ચમાં ૪૨ દિવસની હડતાળ પાડી હતી

You might also like