સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ વધી રહ્યું છે

મુંબઇ: સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ વધી રહ્યું છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરીથી જૂન મહિનાના સમયગાળામાં વૈશ્વિક મોરચે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડની કુલ માગ ૫૬૮ ટન જોવાઇ છે, જે ભારત અને ચીનની કુલ માગ કરતાં પણ વધુ છે.

પાછલા મહિને બ્રિટનના જનમત બાદ ઊભી થયેલી અનિશ્ચિતતાભરી પરિસ્થિતિના પગલે સોનાની માગમાં ઉછાળો આવ્યો છે. સોનામાં નીચલા સ્તરેથી ભાવવધારો નોંધાયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનામાં ભારતની જ્વેલરી અને રોકાણની કુલ માગ ૧૪૨ ટન રહી હતી, જે પાછલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ ૫૨ ટકા ઓછી છે. એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં સોનાની માગ ૫૬ ટકા નીચી જોવાઇ હતી.

જેએફએમએસ થોમસન રોઇટર્સના એક રિપોર્ટ મુજબ ભારત અને ચીનની કુલ જ્વેલરી અને સોનાની રોકાણરૂપી કુલ માગ ૫૦૫ ટન રહી છે, જે વૈશ્વિક સ્તરે એક્સચેન્જ ટ્રેડેડ ફંડની ૫૮૬ ટનની માગ કરતાં ઓછી છે.

માર્ચમાં જ્વેલર્સની હડતાળ તથા મોંઘવારી જેવાં પરિબળોના કારણે સ્થાનિક લેવલે સોનાની માગમાં વધારો નોંધાયો છે.

You might also like