ભારત ફલસ્તીનની વચ્ચે થયા કરારો, રાષ્ટ્રપતિ અબ્બાસે કરી આતંકવાદીની ટીકા

નવી દિલ્હી: ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફલસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની હાજરીમાં બંને દેશો વચ્ચે મંગળવારે કરારોના સ્મરણપત્રનું આદાન પ્રદાન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘ફલસ્તીન તરફથી વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નોને અમે સમર્થન આપવાનું ચાલુ રાખીશું.’ ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે આતંકવાદની ટીકા કરતાં કહ્યું કે, ‘અમે આતંકની દરેક રીતોની ટીકા કરીએ છીએ.’


રાષ્ટ્રપતિ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાતની વાત જણાવતાં કહ્યું કે, ‘2 સપ્તાહ પહેલા હું ટ્રંપને મળ્યો હતો જ્યાં ઇઝરાયલની સાથે વિવાદને ખતમ કરવા માટે અમે ઐતિહાસિક શાંતિ કરાર પર રચનાત્મક સમર્થન માટે સહમતિ બનાવી.’

ફલસ્તીનના રાષ્ટ્રપતિ ચાર દિવસ ભારતની મુલાકાત પર છે. એ દરમિયાન એમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષમાં સ્વરાજ સાથે મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે ફલસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની ભારત યાત્રાની પૂર્વ સંધ્યા પર ભારતે ફલસ્તીનના મુદ્દા પર પોતાના રાજકીય સમર્થનનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે વિકાસથી જોડાયેલી પરિયોજનામાં મદદ ચાલુ રાખશે.

http://sambhaavnews.com/

You might also like