સ્માર્ટફોન બાજુ પર મૂકો અને સૂઈ જાઓ, નહીં તો હેલ્થ પર અસર થશે તે નક્કી

અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોનું કહેવું છે કે આજના ટીનેજર્સની ઊંઘ ઘટી ગઈ છે, એનું કારણ છે સ્માર્ટ ફોન. અપૂરતી ઊંઘ લેવાના કારણે ટીનેજર્સનું માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. સ્માર્ટ ફોનની સ્ક્રીનની બ્રાઈટ લાઈટના કારણે ઊંઘ માટે જરૂરી હોર્મોન્સ પેદા થવાનું ડીલે થાય છે.

અમેરિકન નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ટીનેજર્સને પૂરતી ઊંઘ મળે એ માટે સૂવાના નિયત સમય કરતાં એક કલાક પહેલાં સ્માર્ટ ફોનનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. માત્ર સ્માર્ટ ફોન જ નહીં, ટીવી-કમ્પ્યૂટર, લેપટોપ જેવાં આર્ટિફિશિયલ લાઈટ ધરાવતાં ગેજેટ્સ પણ રાતના સૂવાના સમય પહેલાં ન વાપરવાં જોઈએ. અભ્યાસમાં નોંધાયું છે કે સામાન્ય રીતે કૃત્રિમ લાઈટ્સ બંધ કર્યા પછીયે લગભગ ત્રીસેક મિનિટ પછી જ ઊંઘ માટે જરૂરી મેલેટોનિન હોર્મોનનો સ્રાવ થવાનું શરૂ થાય છે.

You might also like