PM મોદીના આ મંત્રોથી દૂર થશે Exam નો તણાવ

દરેક વિદ્યાર્થીઓના જીવનમાં બોર્ડની પરીક્ષા ઘણી મહત્વપૂર્ણ હોય છે. દરરોજ બોર્ડની પરીક્ષાને લઇને સમાચાર આવતા હોય છે. જેમાં બાળકો પરીક્ષાના ટેન્શનમાં પોતાને ઘણું નુકસાન પહોંચાડતા હોય છે. વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતાં હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પણ જોવા મળતાં હોય છે.

ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બધી પરેશાનીઓના સમાધાન માટે વિદ્યાર્થીઓ માટે એક પુસ્તક લોન્ચ કર્યું છે. આ પુસ્તકનું નામ ‘એક્ઝામ વૉરિયર્સ’ રાખ્યું છે. આ બુકના નામનો અર્થ થાય છે ‘પરીક્ષાના યોદ્ધા’.

આ બુક બોર્ડની પરીક્ષાની તૈયારી પર આધારિત છે. જે બોર્ડની પરીક્ષા અગાઉ લોન્ચ કરવામાં આવી છે. આ બૂકમાં પરીક્ષાના ટેન્શનને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ટીપ્સ આપી છે. જ્યારે વિદ્યાર્થીઓને સારા નંબર લાવવા માટેની ટિપ્સનો પણ સમાવેશ કર્યો છે. આ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને ટેન્શનને લઇને મનની વાત માં વાત કરી હતી.

 

You might also like