પાર્ટીના ફોટા ફોટો શોપ્ડ, અા લડાઈમાં ઋત્વિકનું સમર્થન કરું છુંઃ સુઝાન

મુંબઈ: ઋત્વિક રોશન અને કંગના રાણાવત વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને પહેલીવાર મૌન તોડ્યું છે. તેણે પોતાના એક્સ હસબન્ડના સમર્થનમાં એક ટ્વિટ કર્યું છે. અત્યાર સુધી સુઝાન અા કેસમાં ચૂપ રહી હતી. તેનું મૌન તૂટતાં ઋત્વિકે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ક્યારેય ખતમ ન થઈ શકે તેવા અા વિવાદમાં સુઝાને ઋત્વિકનું સમર્થન કરીને ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. તેણે તાજેતરમાં લીક થયેલા પાર્ટી ફોટોઝને ફોટો શોપ્ડ જણાવ્યું. તેણે કહ્યું કે ઘણા બધા ફોટો ફોટો શોપ્ડ છે અને ઘણીબધી ખોટી કહાણીઅોને જરૂર કરતાં વધારે વેઇટેઝ અાપવામાં અાવ્યું છે. તેણે ૨૦૧૦માં અર્જુન રામપાલના ઘરે યોજાયેલી પાર્ટીનો ફોટો ટ્વિટ કર્યો છે. ટ્વિટમાં તેણે લખ્યું છે કે રેકોર્ડ માટે અા વધુ એક ફોટો છે. અા મુદ્દા પર ઋત્વિકનો સપોર્ટ કરું છું. સુઝાન ખાને લગભગ અઢી વર્ષ બાદ પહેલું ટ્વિટ કર્યું છે. સાથે તેણે એમ પણ કહ્યું છે કે હું મારાં બાળકોને લઈને તુર્કી ચાલી ગઈ તે સમાચાર પાયા વિહોણા છે.

ઉલ્લેખનીય છે કે ઋત્વિકની લીગલ ટીને લીગ થયેલા ફોટોઝ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કેટલાક લોકો સત્ય અને જૂઠ વચ્ચેની રેખાને ધુંધળી કરવાની કોશિશ કરી રહ્યા છે. ઋત્વિકના વકીલે કહ્યું હતું કે ખરેખર અા ચોંકાવનારી વાત છે કે કેટલાક લોકો પોતાના જૂઠને સાચુ સાબિત કરવા માટે અાટલા નીચા જઈ શકે છે અને તે માટે હલકી કક્ષાની રીતનો ઉપયોગ પણ કરી શકે છે. તેમણે અસલી પુરાવાઅો અને બનાવટી વચ્ચેનો ફરક કરવાની અપીલ કરી હતી.

You might also like