બે વર્ષ પહેલાં જ ભોપાલ જેલની ખામી અંગે IGએ આપી હતી માહિતી

નવી દિલ્હીઃ  સીમીના 8 આતંકિયો ભોપાલની સેટ્રેલ જેલમાંથી ફરાર થઇ ગયા બાદ જેલ પ્રસાશન સામે અનેક સવાલો ઉભા થયા છે. જેલની વ્યવસ્થાને લઇને સરકાર પણ સકંજામાં આવી ગઇ છે. પૂર્વ આઇજી જેલે ખુલાસો કર્યો છે કે તેમણે જેલની પરિસ્થિતી માટે 2 વર્ષ પહેલાં મધ્ય પ્રદેશની સરકારને માહિતી આપી હતી. વર્ષ 2014માં સરકારને જેલની નબળાઇઓ, ખરાબ સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓની દુઃખદ સ્થિતિ અંગે માહિતી આપી હતી.

પૂર્વ આઇજી જી.કે. અગ્રવાલે જણાવ્યું છે કે 26 જૂન 2014ના રોજ તેમણે તત્કાલીન રાજ્યના મુખ્ય સચીવને પત્ર લખ્યો હતો. જી.કે અગ્રવાલ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગુપ્ત બ્યૂરો પણ આ માહિતીથી અવગત હતા. તેમણે કહ્યું કે ચેતવાણી આપી હોવા છતાં કોઇ જ અમલ થયો નથી. જ્યારે થોડા મહિના પહેલાં 2013માં ખંડવાની જેલમાં 6 સિમી આતંકી ફરાર થઇ ગયા હતા.

અગ્રવાલે કહ્યું કે તેમણે અધિકારીઓ સાથે એક બેઠકની માંગણી કરી હતી. જેમાં ભોપાલ અને અન્ય જેલમાં થતી આ રીતની ઘટનાને રોકવા અંગે જણાવ્યું. પરંતુ તેમને કોઇ જ જવાબ પ્રાપ્ત થયો નથી. અગ્રવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે હજી અન્ય જેલોમાં પણ સિમી આતંકિયોને ભોપાલ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યાં છે. પરંતુ જેલની બિલ્ડિંગ નબળી છે. અહીંની સુરક્ષા વ્યવસ્થામાં પણ ખામી છે અને કર્મચારીઓની સ્થિતિ ચિંતાજનક છે. તેથી જ તે માનવું ખોટુ રહેશે કે બધુ જ ઢીક થઇ જશે. જો કોઇ મોટી ઘટના સર્જાશે તો ભગવાન પણ મદદ નહીં કરી શકે. સેવા નિવૃત્ત અધિકારીએ સ્ટાફની ઉણપનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. સેટ્રલ જેલમાંથી ફરાર આતંકિયોએ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા છે. આતંકીયો હેડ કોન્ટેબલ રમાશંકર યાદવની હત્યા કરીને ફરાર થયા હતા.

You might also like