પૂર્વ પોલીસ કમિશનર પી.કે દત્તાના ઘરમાંથી યુવતીએ કપડાં ચોર્યાં!

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ભૂતપૂર્વ પોલીસ કમિશનરના બંગલામાંથી ચોરીનો બનાવ બન્યો છે. થલતેજ વિસ્તારમાં આવેલા હિલ દર્શન બંગ્લોઝમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર સ્વ. પી.કે.દત્તાનાં પત્ની સાધનાબહેન એકલાં રહે છે. ફાલ્ગુની નામની યુવતી માલીશ માટે બંગલામાં આવતી જતી હતી.

જૂન ૨૦૧૭માં સાધનાબહેન હોંગકોંગ ખાતે તેમના દીકરાના ત્યાં ગયા હતા. ૧૩ જુલાઈના રોજ હોંગકોંગથી તેઓ પરત આવ્યાં હતાં. પરત આવ્યા બાદ તેઓએ તેમની સુટકેશ બેડરૂમમાં મૂકી હતી. દરમ્યાનમાં ફાલ્ગુની પણ ઘરમાં આવ જા કરતી હતી. ૨૭ જુલાઈના રોજ સાધનાબહેન તેમની સુટકેશ લેવા ગયા ત્યારે ઘરમાં સુટકેશ જણાઈ ન હતી. અન્ય કપડાં પણ ગાયબ હતાં. ફાલ્ગુનીને આ અંગે વાત કરતા તેને કપડાંની ચોરી કરી ન હોવાનું જણાવ્યા હતું. જોકે સાધનાબહેને ફરિયાદ કરશે તેવું કહેતા થોડાં કપડાં પરત આપી ગઈ હતી. બીજા કપડાંની માગ કરતા પરત આપી ગઈ ન હતી જેથી તેઓએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે આરોપી ફાલ્ગુનીની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ શરૂ કરી છે.

You might also like