ચૂંટણી પહેલા જ અમરેલી કોંગ્રેસમાં ગાબડું, પીઠાભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી બહાર પડાતાં નેતાઓના રાજીનામાંની ભરમાર થવા લાગી છે, એવામાં અમરેલીના રાજુલામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. હાલમાં ચાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ખોડાભાઇના પુત્ર પીઠાભાઈ નકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ટિકીટ આપવામાં આવે તે માટે પીઠાભાઈએ દાવેદારી નોંધાવી હતી. જો કે છેલ્લી ઘડીએ કોંગ્રેસે પીઠાભાઈને ટિકિટ ન આપતા પંચોળી આહિર સમાજ નારાજ થયો હતો.

આ નારાજગી બાદ પીઠાભાઈ નકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરતાં કોંગ્રેસમાં રીતસરનું ગાબડુ પડી ગયુ હતું.
પીઠાભાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મારા સમાજને અન્યાય કરાયો છે. સમાજના કહેવાથી હું ભાજપમાં જોડાયો છે.

પીઠાભાઈ નકુમની ટિકીટ કાપવાથી શું પરિણામ આવે છે તે હું કોંગ્રેસને બતાવી દઈશ તે પ્રકારની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. પીઠાભાઈની સાથે તેમના
સાથીદારો પણ ભાજપમાં જોડાયા હતા.

You might also like