આઈઅેસઆઈ સાથે સંકળાયેલી મહિલાઅે પાક.માં ટ્રેનિંગ લીધી હતી

નવી દિલ્હી: અેરફોર્સના અધિકારીને ફસાવનારી બ્રિટિશ મહિલાઅે પાકિસ્તાનમાં તાલીમ મેળવી હોવાની આશંકા વ્યકત કરતા તપાસ અેજન્સીઓઅે જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર અેજન્સી આઈઅેસઆઈ આવી ચાર મહિલાને સુસાઈડ બોમ્બર બનાવવા માગતી હતી. આઈઅેસઆઈ આ મહિલાને આતંકવાદી સંગઠનના અેક કેમ્પમાં લઈ ગઈ હતી. આ કેસમાં અેરફોર્સના અધિકારી રંજિતની ધરપકડ થઈ છે.

જાસૂસી કરવાના આરોપસર ધરપકડ થયા બાદ અેરફોર્સના અધિકારીઅે દાવો કર્યો છે કે મૈકનોટ દામિની નામની બ્રિટનની મહિલાઅે તેમને ફસાવ્યા હતા. ત્રણ વર્ષ પહેલા તે રંજિતની ફેસબુક મિત્ર બની હતી. તે વખતે તેણે પોતે મીડિયા કંપનીમાં અેકિઝક્યુ‌ટિવ હોવાની ઓળખ આપી હતી. દામિનીને તેની ઓળખ છુપાવવા સોશિયલ મીડિયાના ઉપયોગની તાલીમ આપવામાં આવતી હતી. અને આવું અેટલા માટે કરવામાં આવતું હતું કે તે ઈન્ડિયન ડિફેન્સ અધિકારીઓને જાળમાં ફસાવી શકાય. દામિની સહિત ચારેય મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેઓ ભારતીય આર્મીની હિંમતની પ્રશંસા કર્યા બાદ તેમની સાથે ખાનગી વાતો કરી તેમની જાળમાં ફસાવે. જોકે અેવી પણ શંકા વ્યકત થઈ રહી છે કે દામિની સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરે છે. આઈપી અેડ્રેસની તપાસ બાદ હવે પીઓકે શંકાના ઘેરાવમાં આવી ગયું છે. તપાસ અેજન્સીઓ માની રહી છે કે આ મામલો માત્ર જાસૂસીનો જ નહિ પરંતુ આતંકવાદ સાથે સંકળાયેલો છે.

રંજિતે દામિનીને કેવી જાણકારી આપી?
મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર રંજિતે પૂછપરછમાં જણાવ્યું છે કે તેણે દામિનીને ભારત બ્રિટનની સંયુકત મિલિટ્રી કવાયત( ઓપરેશન ઈન્દ્રધનુષ્ય) અંગે માહિતી આપી હતી. આ ઓપરેશન બ્રિટનમાં ગત જુલાઈમાં થયું હતું. ત્યારે દામિનીઅે અંડર કવર અેજન્ટ તરીકે તેની જાણકારી રંજિત પાસેથી મેળવી હતી.

You might also like