ધનબાદમાં ખૂની ખેલમાં 4ના મોત, પૂર્વ ડેપ્યુટી મેયરને મારી 17 ગોળી

ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં ગેંગવોરમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરજ સિંહ સહિત ચાર લોકોના મોત થયા છે. બદમાશોએ લગભગ 50 રાઉન્ડ ગોળી ચલાવી હતી. મળતી માહિતી મુજબ નીરજ સિંહને 17 ગોળી મારવામાં આવી છે. આ ખૂની ખેલને ધનબાદનું સૌથી મોટુ ગેંગવોર માનવામાં આવે છે. પૂર્વ ડેપ્યુટી મેયર નીરજ સિંહની પોતાની એક રાજનીતિક ઓળખ છે. નીરજ સિંહ ઝારિયામાં ભાજપ વિધાયક સંજીવ સિંહના પિતરાઇ ભાઇ હતા. તે ધનબાદ વિધાનસભામાં ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સિંહ મેન્શનમાં તણાવને કારણે ઝારિયા સાંસદ સંજીવ સિંહ તેમજ નીરજ સિંહ વચ્ચે રાજનીતિક તકરાર ચાલી રહી હતી. આજ કારણે બંને ભાઇઓ વચ્ચે હંમેશા ધર્ષણ થતું હતું.

હાલમાં જ સંજીવ સિંહના સહયોગીની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરજ સિંહનું નામ શામેલ હતું. નીરજ સિંહના પરિજનોનું કહેવું છે કે આ ઘટના બાદ પરિવારમાં ખૂની સંધર્ષની આશંકા વધી ગઇ હતી. મંગળવારે થયેલી આ ઘટના બાદ નીરજ સિંહના પરિવાર જનો તેને બદલો લીધો હોવાનું જણાવી રહ્યાં છે. આ ઘટના શહેરના સરાયઠેલા સ્થિત સ્ટીલ ગેટ નજીક બની હતી. ઘટનાને પગલે સ્ટીલ ગેટથી લઇને સેંટ્રલ હોસ્પિટલ સુધીનો વિસ્તાર તણાવગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

સેંટ્રલ હોસ્પિટલમાં નીરજ સિંહના સમર્થકોએ હોબાળો કર્યો છે. ગુસ્સાથી ભરાયેલા નીરજના સમર્થકોએ એસપી સિટી અંશુમન કુમાર સાથે પણ ધક્કા મુક્કી કરી હતી. ઘટના બાદ સંજીવ સિંહના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘટનાને વધતી જોતા સીઆઇએસએફની એક ટૂંકડી પણ અહીં તહેનાત કરી દેવામાં આવી છે. ઘટનાના તુરંત બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વિટ કરીને ઝારખંડ સરકાર પર નિશાન સાધ્યું છે, તેમણે લખ્યું છે કે ધનબાદમાં કર્ફ્યું જેવી પરિસ્થિતી છે. પૂર્વ ડેપ્યુટી મેયરની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. રાજ્યની ભાજપ સરકાર ગુનેગારોને સંરક્ષણ આપી રહી છે.

http://sambhaavnews.com/

You might also like