૨૦ લાખનું દહેજ માગતા પૂર્વ કોર્પોરેટરની પુત્રવધુઅે ઝેર પીધુ

અમદાવાદ: નડીઆદના ભાજપના પૂર્વ કોર્પોરેટરની પુત્રવધૂને દહેજ માટે ત્રાસ આપતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પરિણીતા પાસે ર૦ લાખ રૂપિયા માગતા બે દિવસ પહેલાં તેણે ઝેર પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી.

બાપુનગર વિસ્તારમાં આવેલ આનંદપાર્ક સાસાયટીમાં રહેતી ર૯ વર્ષીય કિંજલબહેન બારોટનાં લગ્ન તા.૧૦-૦પ-ર૦૦૭ના રોજ નડીઆદના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નડીઆદ નગર પાલિકાના સ્કૂલબોર્ડના ચેરમેન ટીકેન્દ્રભાઇ બારોટના પુત્ર વિશ્રુત સાથે થયાં હતાં. લગ્નના બે મહિના પછી સાસરી પક્ષ તરફથી કિંજલને દહેજને લઇને અનેક વખત માગણી કરવામાં આવતી હતી.

ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે વિશ્રુત બ્યુટી પાર્લરમાં કામ કરતી પૂર્વી નામની યુવતીને ઘરે બોલાવતો હોવાથી પતિ-પત્ની વચ્ચે અનેક વખત બોલાચાલી થતી હતી. જેના કારણે વિશ્રુત કિંજલ સાથે મારઝૂડ પણ કરતો હતો. તા.૭-૦૩-ર૦૧૭ના રોજ રાત્રે ૮-૩૦ વાગ્યાની આસપાસ વિશ્રુતે દારૂના નશામાં ઝઘડો કર્યો હતો. બીજા દિવસે સવારે કિંજલને ઘરમાંથી કાઢી મૂકતાં તે તેના પિયર આવી ગઇ હતી.

તા.૧પ માર્ચના રોજ વિશ્રુતે કિંજલને ફોન કરી કહ્યુ હતું કે જો તારે ઘરે આવવું હોયતો તારા પિતા પાસેથી રૂ.ર૦ લાખ લઇને આવજે નહીંતર ઝેર પીને મરી જજે. આથી કિંજલને લાગી આવતાં નાસીપાસ થઇનેે ઝેર પી લીધું હતું. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાપુનગર પોલીસે પતિ વિશ્રુત, સાસુ નીતાબહેન અને સસરા ટીકેન્દ્ર બારોટ વિરુદ્ધમાં દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ તથા ડોમે‌સ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like