આ રહ્યા સેક્સ સંબંધી 7 ભ્રમ અને સત્યો

નવી દિલ્હી: માણસમાં સેક્સ કરવાની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે. એક ખાસ ઉમરમાં તે માટે પેશન હોય છે. પરંતુ મોટાભાગના લોકોને સેક્સ માટેની બરોબર જાણકારી હોતી નથી. તેને લઇને ઘણી જાતના ભ્રમ મગજમાં રહે છે તેનું મુખ્ય કારણ છે સેક્સ માટે સાચી જાણકારી ના હોવી. ભ્રમના કારણે ઘણીવાર લોકો તેની મજા લઇ શકતા નથી જેને કારણે સંબંધોમાં તિરાડ પડે છે. અને બિમાર પણ પડી જાય છે. ચલો તો અમે તમને જણાવીએ સેક્સ સંબંધા ભ્રમ અને સત્યો.

ભ્રમ: ઓરલ સેક્સથી કોઇ જોખમ થતું નથી. પુરુષ હંમેશા સેક્સ માટે તૈયાર રહે છે.
સત્ય: ઓરલ સેક્સથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બિમારી થવાનું જોખમ રહે છે. તણાવ અને થાકને કારણે પણ પુરુષની રૂચિ સેક્સમાં ઓછી લાગે છે. એક રિસર્ચ અનુસાર 14 ટકા પુરુષો સેક્સ માટે દરેક 7 મિનીટે વિચારે છે.

ભ્રમ: સાઇઝ મેટર નથી કરતી, ફોરપ્લે ના કરવું જોઇએ
સત્ય: પેનીસની સાઇઝને લઇને એવી ધારણા હોય છે કે સેક્સ અને પાર્ટનરને સંતોષ આપવા માટેની એક મહત્તવની ભૂમિકા હોય છે. પરંતુ તે એકદમ ખોટું છે. સાઇઝની સેક્સ સંબંધ પર કોઇ અસર જોવા મળતી નથી. સેક્સ દરમિયાન જરૂરી છે કે તમે તમારા પાર્ટનરની ભાવનાઓ સમજો. સેક્સના આનંદ માટે ફોરપ્લે ખૂબ જ જરૂરી છે. ફોરપ્લેને સારી રીતે અપનાવીને તમે તમારા પાર્ટનરને ખુશ રાખી શકો છો.

ભ્રમ: પ્રીમેચ્યોર ઇજેકુલેશન (શીધ્રપતન) બીમારી નથી. સેક્સના આસન કરવા જોઇએ નહીં.
સત્ય: આ બિમારી પુરુષોમાં સામાન્ય છે. સેક્સ માટે તૈયાર થવાના સમયે ફોરપ્લે દરમિયાન જો સીમન બહાર આવી જાય તો તેને પ્રીમેચ્યોર ઇજેકુલેશન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં પુરુષો તેમની મહિલા પાર્ટનરને સંતોષ આપી શકતા નથી. સેક્સ કરતી વખતે વિવિધ આસનો કરી શકાય છે. પરંતુ સુરક્ષિત અને સરળ આસનોનો જ પ્રયોગ કરો.

ભ્રમ: સેક્સ દરમિયાન સેક્સ પાવર વધારવા માટેની દવાઓનો ઉપયોગ કરવો જોઇએ
સત્ય: બજારોમાં મળનારી વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરીને તમે તમારી સેક્સ ક્ષમતા વધારી શકો છો પરંતુ તે દવાઓની સાઇડ ઇફેક્ટ વધારે થાય છે. તે માટે તે દવાઓનો ઉપયોગ કરવો જોઇએ નહીં અને સારાં ડોક્ટરની સલાહ લઇને તેનો ઉપયોગ કરવો જોઇએ.

ભ્રમ: ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ કરવું ના જોઇએ, મોનોપોઝ પછી મહિલાઓની સેક્સ લાઇફ ખતમ જાય છે.
સત્ય: ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ સંબંધ બનાવી શકાય છે. પરંતુ ગર્ભાવસ્થાના અમુક સમય પછી સેક્સ બિલકુલ કરવું જોઇએ નહીં. મોનોપોઝ બંધ થયા પછી પણ મહિલાઓ સેક્સ સંબંધ બનાવી શકે છે. મોનોપોઝ બંધ થયાનો મતલબ એવો નથી કે મહિલાઓની સેક્સ લાઇફ ખતમ થઇ જાય છે.

ભ્રમ: ખાવા પીવાની સેક્સ લાઇફ પર કોઇ અસર થતી નથી
સત્ય: ખાવા પીવાની સેક્સ લાઇફ પર અસર પડે છે. સેક્સ પાવર તમારી ડાઇટ ચાર્ટ પર નિર્ભર કરે છે. જો તમે હેલ્દી અને પોષણયુક્ત ખોરાક લો છો તો તમારો સેક્સ પાવર વધારે હશે.

You might also like