અગસ્તા વેસ્ટલેન્ડ : ત્યાગીએ મનમોહન પર ઉઠાવ્યા સવાલ, પીએમઓને હતી ડીલની જાણ

3600 કરોડની અગસ્ત વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી સહિત અન્ય ચાર આરોપીઓને 14 ડિસેમ્બર સુધી સીબીઆઇ રિમાન્ડની મંજૂરી આપી છે ત્યારે અગસ્ટે વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં ત્યાગીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પર આંગળી ચીંધી છે. પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીએ કોર્ટમાં પોતાના વકિલ દ્વારા એવો દાવો કર્યો છે કે 2005માં હેલિકોપ્ટર ખરીદીની શરતોમાં બદલાવ અંગે પીએમઓ ઓફિસને જાણ હતી.

આ સમયે મનમોહનસિંહ દેશના વડા પ્રધાન હતા. ત્યાગીએ કરેલા આરોપથી નોટબંધીને લઇને સરકારને આડેહાથ લઇ રહેલી કોંગ્રેસ માટે નવી મુશ્કેલી ઉભી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ પર 3600 કરોડ રૂપિયાના વીવીઆઇપી માટેના 12 હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી અપાવવા માટે 423 કરોડ રૂપિયાની રિશ્વત લેવાનો આરોપ છે. સીબીઆઇએ એફઆઇઆરમાં એસપી ત્યાગી પર અપરાધિક ષડયંત્ર કરવાનો તેમજ પોતાના હોદ્દાનો ખોટો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like