યૂપી નગર નિગમની ચૂંટણી EVMથી જ આયોજીત થશે : ચૂંટણી પંચ

લખનઉ : યુપીમાં 14 નગર નિગમની ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા જ કરાવવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચને ઇવીએમ ઉપલબ્ધ કરાવવા માટેની હા પણ પાડી હતી. જો કે ચૂંટણી 2006 પહેલા બનેલ મોડલ વનનાં તે જ ઇવીએમથી થશે જેના પર સવાલ ઉઠાવતા રાજ્ય ચૂંટણી પંચ સવાલ ઉઠાવતા રાજ્ય ચૂંટણી પંચે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની વાત કરી હતી. અને કાગળ માટેનાં ટેન્ડર પણ બહાર પાડી દીધા હતા.

રાજ્યચૂંટણી પંચના વડા એસ.કે અગ્રવાલે જણાવ્યું કે 31 માર્ચે મોકલાયેલા પત્રનાં જવાબમાં સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચે ઇવીએમ આપવા માટેની તૈયારી દર્શાવી છે. પંચે કહ્યું કે સમીક્ષા બાદ જાણવા મળ્યું કે પુરતા પ્રમાણમાં ઇવીએમ મધ્ય પ્રદેશનાં મુખ્ય ચૂંટણી અધિક્ષક પાસે છે માટે રાજ્ય ચૂંટણી પંચ મધ્યપ્રદેશનો સંપર્ક કરીને ઇવીએમ મંગાવવા માટે જણાવાયુ છે.

રાજ્ય ચૂંટણી પંચે 25 હજાક કંટ્રોલ યૂનિટ અને 50 હજાર બેલેટ યૂનિટની માંગ કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચની લીલી ઝંડી મળ્યા બાદ અલગ અલગ જિલ્લાઓમાં ઇવીએમ મંગાવવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે.

You might also like