પ્રથમ તબક્કાની ચૂંટણી દરમ્યાન EVM, VVPATમાં ખામીને લઇ કરાયાં ફેરફાર

ગુજરાતઃ આજે વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં સરેરાશ 68% મતદાન થયું છે. અને એમાંય સૌથી વધુ મતદાન મોરબી અને નવસારીમાં 75% થયું હતું. એટલે કે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું હોવાનું કહેવામાં આવે છે.

પરંતુ આ સાથે ગુજરાતમાં મતદાન દરમિયાન કેટલાંય સ્થળો પર EVM,VVPATમાં ખામી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે બ્લુટૂથ કનેક્ટ હોવાનું સામે આવતાં ચૂંટણી અધિકારીઓને આ મામલે મતદાન અટકાવીને તેને બદલવાની ફરજ પડી હતી.

કચ્છમાં અબડાસામાં અંદાજે 16 બુથો પર EVM બદલવામાં આવ્યાં. જેમાં મુંદ્રામાં 9 જગ્યાએ EVM અને 24 જેટલાં સ્થળો પર VVPAT બદલવામાં આવ્યાં. ભૂજમાં પણ કેટલીક જગ્યાએ EVM બદલવામાં આવ્યાં. તેમજ ભૂજ શહેરમાં બૂથ નંબર 222 અને 224માં VVPAT બદલવામાં આવ્યાં.

આ ઉપરાંત ગાંધીધામમાં પણ 2 સ્થળે EVM અને 7 જેટલી જગ્યાએ VVPATમાં ફેરફાર કરવામાં આવ્યાં. આ સિવાય અંજારમાં પણ 1 EVM અને 8 VVPAT રિપ્લેશ કરવામાં આવ્યાં.

આ સિવાય જૂનાગઢનાં માંગરોળમાં પણ EVM મશીનમાં બ્લુટૂથ કનેક્ટીવીટીની ફરિયાદ કરાઇ હતી. કેટલાંક EVM બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાંની ફરિયાદ સામે આવી છે. માહિતી મુજબ ઇકો 105 નામનું બ્લુટૂથ કનેક્ટ કરાયું હોવાંની ફરિયાદ નોંધવામાં આવી હતી.

જો કે પછી આ મુદ્દાને લઇ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે તપાસનાં આદેશ આપ્યાં છે.

દ્વારકાનાં રાણ ગામે ચૂંટણી ટાણે ઘણું મોટું ઘર્ષણ સર્જાયું. રાણ ગામનાં બુથ નંબર 168 પર મતદારે કોંગ્રેસનું બટન દબાવતાં ભાજપનું નિશાન દેખાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સિવાય સુરેન્દ્રનગરનાં દસાડામાં પણ EVMની ફરિયાદને લઇ મશીન બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું.

You might also like