ઇવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો ચૂંટણીપંચનો દાવો

દિલ્લીઃ ચૂંટણીપંચ દ્વાર ઇવીએમ મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં ચૂંટણીપંચ દ્વારા EVMનો ડેમો દર્શાવવામાં આવ્યો. ચૂંટણીપંચે જણાવ્યું કે ઇવીએમમાં કોઇ ખામી નથી. ઉલ્લેખનીય છે કે કેટલાક પક્ષોએ ઇવીએમમાં ખામીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આમ ચૂંટણી પંચે ઇવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPTનું પ્રદર્શન કરવામાં આવ્યું. ચૂંટણી પંચે જણાવ્યું કે ઇવીએમ મશીનને કોઇ હેકના કરી શકે. જ્યારે VVPT મશીનોના ઉપયોગ માટે વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું.
http://sambhaavnews.com/

You might also like