જાણી લો, શું આપ પણ Demisexual તો નથી ને!

સેક્સ એક બહુ જ પ્રાઇવેટ ક્રિયા કહેવાય છે. કેટલાક લોકો એવાં હોય છે કે જે કોઇને પણ જોતાંની સાથે સેક્સનો ખ્યાલ તુરંત જ મનમાં લાવી દે છે. જો આપને પણ કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે સમય વિતાવતી વખતે જો એવું લાગે કે આપ આવું નથી કરી શકતા તો આપ ડેમીસેક્સ્યુઅલ હોઇ શકો છો.

ડેમીસેક્સ્યુઅલ શબ્દનો ઉપયોગ એવાં લોકો માટે પ્રયોગ કરવામાં આવે છે કે જેનાં દિલમાં કોઇને પણ દેખવા છતાં એટલે કે આકર્ષિત છોકરીને દેખવા છતાં પણ જો આવું કંઇ જ ન થાય. આવાં લોકો પહેલા કોઇ અજાણી વ્યક્તિ સાથે ભાવનાત્મક રૂપમાં જોડાવાનું વધુ પસંદ કરશે અને પછી એની સાથે શારીરિક સંબંધ બનાવવા માટેની ઇચ્છા ધરાવતા હોય છે.

આવાં લોકો જો કે બહુ જ ઓછાં જોવાં મળે છે. ડેમીસેક્સ્યુઅલ શબ્દનો પહેલી વાર ઉપયોગ એક વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યો હતો. એનાં પછી આ શબ્દ વધારે લોકપ્રિય થતો ગયો કેમ કે ત્યાર પછી આવાં ઘણાં લોકોની ઓળખ થઇ કે જે આવાં પ્રકારની સેક્સ્યુએલિટી રાખે છે. આ વાતથી એવું માલૂમ થાય છે કે આ શબ્દનો અર્થ શું થાય છે તે જાણવું હવે જરૂરી છે.

એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે ડેમિસેક્સ્યુઅલ આપ છો કે નહીં તે આપ કેવી રીતે જાણી શકશો તો તેમાં થયેલ એક રિસર્ચ મુજબ એક 24 વર્ષની છોકરીએ જણાવ્યું કે કોઇ પુરૂષને દેખવાની સાથે એની અંદર કોઇ પણ પ્રકારનું આકર્ષણ પેદા નથી થતું.

પોતાનાં વિશે જણાવતા એ છોકરીએ લખ્યું કે મારા દોસ્તો સેલિબ્રિટીઝ વિશે વાત કરતા હતાં કે તે પોતે કેટલી હોટ છે પરંતુ મારી સમજમાં આ વાત આવતી જ ન હોતી. કે શું અજાણી વ્યક્તિને પણ કોઇ સાથે આકર્ષણ હોઇ શકે. જો કે આનો મતલબ એવો નથી આપ ખરાબ છો પરંતુ આપનું નેચર લોકોથી અલગ છે.

પુરૂષોમાં ઓછા પ્રમાણમાં હોય છે ડેમીસેક્સ્યુઅલઃ
મહિલાઓ સૌથી વધારે ડેમીસેક્સ્યુઅલ હોય છે પરંતુ આ પ્રભાવ છોકરાઓમાં સૌથી વધારે જોવાં મળે છે. આમ તો જોવાં જઇએ તો પુરૂષોમાં ડેમીસેક્સ્યુઅલ ઓછું જ જોવાં મળે છે કેમ કે પુરૂષ હંમેશાં કોઇ પણ સુંદર મહિલાને જોઇને ચોક્કસથી આકર્ષિત થઇ જાય છે એટલાં માટે.

આટલી બાબતોનું રાખો અવશ્ય ધ્યાનઃ
સેક્સનાં મામલે જોવાં જઇએ તો દરેક લોકોને પોતાની કંઇક પસંદ હોય છે. એવું પણ જોવામાં આવે છે કે કોણ કોને અને કેવી રીતે પ્રેમ કરે છે. કોઇકને પહેલી નજરમાં જ પ્રેમ થઇ જાય છે તો કોઇકને આમાં ક્યારેક વધારે સમય પણ લાગતો હોય છે.

આમ પણ પ્રેમનાં મામલે હંમેશને માટે થોડુંક સંભાળીને જ રહેવું કેમ કે એ આપની પૂરી જીંદગીનો સવાલ હોય છે એટલાં માટે. પ્રેમનાં મામલે ઉતાવળ કરવી એ આપની પૂરી જીંદગીને બરબાદ કરી શકે છે. જેથી આપ જેને પણ પ્રેમ કરો છો તેનાં વિશે હંમેશાં વધારે ઊંડાણથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે.

You might also like