‘કાલા’ જોવાનું ચુકતા નહિ, આ કારણોથી બનશે બ્લોકબસ્ટર….

સુપરસ્ચાર રજનીકાંતની ફિલ્મ ‘કાલા’ને પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે. રજનીકાંતના ફેન્સનું એવુ જુનુન છે કે ચેન્નઈમાં આ ફિલ્મ હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. તો જાણો ક્યા કારણોસર આ ફિલ્મ બનશે બ્લોકસ્ટર…

રજનીકાંત નામ જ કાફી

રજનીકાંતના ફેન્સ માટે ફક્ત તેમનું ફિલ્મમાં હોવુ એ જ સૌથી મોટુ કારણ હોય છે. ચાહે રજનીકાંતનું એક્શન હોય કે સ્ટાઈલ, તેમનું કોઈ પણ એક્ટર સાથે કોઈ મુકાબલો નથી. ત્યારે જ તો જ્યારે ‘કાલા’ રિલીઝ થઈ તો તેમના ફેન્સ સવારે 4 વાગ્યાથી સિનેમાઘરોની બહાર પહોંચી ગયા હતા.

સ્ટોરી કરશે કનેક્ટ

મુંબઈના ધારાવીના આસપાસ ફિલ્મની કહાની રચવામાં આવી છે. જેમાં રજનીકાંતે કાલા કરિકલન નામના વ્યક્તિનો રોલ ભજવ્યો છે જેની મરજી વગર પાંદડુ પણ ફરકી શકે તેમ નથી. ફિલ્મના રાઈટરે ગરીબોની જમીન પર હકના આધાર પર કહાની બનાવી છે.

નાના પાટેકરની દમદાર એક્ટિંગ

આમ તો ફિલ્મમાં મુખ્યતઃ રજનીકાંત જ છાવાયેલા છે પણ વિલેનના રોલમાં નાના પાટેકરનો રોલ પણ જબરજસ્ત છે. નાનાની એન્ટ્રી ઈન્ટરવલ બાદ છે. ફિલ્મમાં એક સીન બને છે જેમાં નાના અને રજની આમને સામને હોય છે.

રજનીનો સ્વેગ

રજનીકાંતની ચશ્મા પહેરવાની સ્ટાઈલ, લુંગી સ્ટાઈલ, ડાયલોગ ડિલીવરી એવી છે જેને જોઈને તમે પણ સીટી વગાડવા મજબૂર થઈ જશો. અમીર-ગરીબ વચ્ચે રજનીકાંત એ રીતે ઉભરી આવે છે કે જેને તમે જરૂર કનેક્ટ કરી શકશો.

દરેક સીનને દર્શનીય બનાવે છે કેમેરા વર્ક

ઘણી જગ્યાએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પડદા પર સીનને દર્શનીય બનાવે છે. કહાની દરમ્યાન મહાભારતના કેટલાક હિસ્સાઓને સારી રીતે સ્ક્રિનપ્લેમાં ફિટ કરવામાં આવ્યા છે.

You might also like