દરેક વ્યક્તિ અલગ અને યુનિક હોય છે : હુમા કુરેશી

હુમા કુરેશી અાજના સમયની એ અભિનેત્રીમાંથી છે, જેમણે પોતાની કરિયરમાં બિનપારંપરિક પાત્ર પસંદ કર્યાં. તેમની કરિયરની શરૂઅાત ‘ગેંગ્સ અોફ વાસેપુર’ ફિલ્મથી થઈ હતી. ત્યારબાદ ફિલ્મ ‘બદલાપુર’માં તેના પાત્રને ખૂબ જ પ્રશંસા મળી. અક્ષયકુમારની સાથે થોડા દિવસ પહેલાં તે હિટ ફિલ્મ ‘જોલી એલએલબી-૨’માં જોવા મળી.

અાવનારા દિવસોમાં અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં તે જોવા મળશે. ગુરિન્દર ચઢ્ઢા નિર્દેશિત ‘વાઈસરોય હાઉસ’માં તે હોલિવૂડમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે. અા ઉપરાંત ૨૦૧૪માં અાવેલી હોલિવૂડની હોરર ફિલ્મ ‘અોક્યુલસ’ની હિન્દી રિમેક ‘દુબારા’માં પણ તે પહેલી વાર પોતાના ભાઈ સાકીબ સલીમ સાથે જોવા મળી. હુમા કહે છે કે કેટલીક ફિલ્મો ખૂબ જ સારી હોય છે અને તેમાં ખૂબ જ સારો મેસેજ પણ હોય છે. તમે અાવી ફિલ્મોનો હિસ્સો બનવા ઇચ્છો છો. હું પણ સામાન્ય રીતે સ્ક્રિપ્ટ અને મારો રોલ જોઉંં છું. કોઈ અેક પહેલુને લઈ જજ ન કરી શકાય. ઘણી બધી બાબતો જોવી પડે છે.

બોલિવૂડમાં અભિનેત્રીઅોને એક ખાસ પ્રકારના માળખામાં ઢાળવાની કોશિશ કરાય છે. હુમા કહે છે કે દરેક અભિનેત્રીને એક જ પ્રકારના માળખામાં કેવી રીતે ઢાળી શકાય. દરેક વ્યક્તિ અલગ અને યુનિક હોય છે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ. ખાસ કરીને મહિલાઅોને અાપણે અોરિજિનલ રાખવા માટે પ્રોત્સાહિત કરવી જોઈઅે. મહિલાના વિચારો, કપડાં પહેરવાની રીત, બોડી સ્ટાઈલ કે કોઈ શોખ ગમે તે વસ્તુ હોય, પરંતુ તેની ઓરિજિનાલિટી ગુમાવવી ન જોઈઅે. કોઈ મહિલાને એવું ન કહેવું જોઈઅે કે જો તે કેવી દેખાય તો જ કૂલ છે અને જો કોઈ વસ્તુ ન કરે તો તે કૂલ નથી. •

You might also like