દરરોજ દાડમ ખાવાથી ત્વચા બનશે ચમકીલી

રોજિંદા ખોરાકમાં દાળ-ભાત, રોટલી અને શાક સિવાય લોકો ભરપૂર પ્રમાણમાં ફ્રૂટ્સનો ઉપયોગ કરતા હોય છે પણ ડોક્ટરોના મતે રોજ દાડમ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જ ત્વચા માટે પણ સંજીવની સમાન છે. દાડમમાં વિટા‌િમન-એ, સી, ઇ અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ સિવાય બીજાં એન્ટિઓક્સિડન્ટ પણ એમાં મળી આવે છે. અનેક સૌંદર્ય-પ્રસાધનોમાં પણ દાડમનો ઉપયોગ કરવામાં આવે છે.

દાડમમાં રહેલું વિટા‌િમન-ઇ ત્વચાને ચમકીલી બનાવવા ઉપરાંત નવા સ્કિન ટિશ્યૂ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત દાડમ ત્વચા પરના ડાઘ દૂર કરીને ચહેરાની રંગત નિખારે છે.

દાડમનો સ્ક્રબ આસાનીથી ઘરે તૈયાર કરી શકાય છે. દાડમની છાલમાં એન્ટિમાઇક્રોબિલ અને એન્ટિઓક્સિડન્ટના ગુણ રહેલા છે, જે ત્વચાને ચેપ લાગવાથી બચાવે છે.

આ ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ ગુણ ત્વચા માટે એસ્ટ્રિજન્ટ જેવું કામ કરે છે. દાડમ ત્વચા પરથી વધતી જતી ઉંમરનાં લક્ષણો દૂર કરે છે તેમજ એની છાલ ત્વચાને હાનિ પહોંચતાં બચાવે છે, જેના લીધે ત્વચા પર કરચલી પડતી નથી.

You might also like