રોજ એક કેળું ખાવ તો અંધાપાથી બચી શકાશે

રોજ એક કેળું ખાવાથી બ્લાઇન્ડનેસથી બચી શકાય છે તેવું ઓસ્ટ્રેલિયાના સંશોધકોનું કહેવું છે. કેળામાં ખાસ કેરોટેનોઇડ્સ પ્રકારના કેમિકલ હોય છે. આ કેમિકલ્સ ફળો અને શાકભાજીને લાલ, ઓરેન્જ કે પીળો કલર આપે છે. આ કેમિકલ લિવરમાં વિટામીન એ થાય તે માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. સંશોધકોનું કહેવું છે કે કેળામાં પ્રો વિટામિન એ પ્રકારનું કેરોટેનોઇડ્સ ભરપૂર માત્રામાં આવેલું હોય છે. તેનાથી વિટામિન એની ઊણપ હોય તો તે પૂરી થાય છે અને દૃષ્ટિ જળવાઇ રહે છે. રોજ એક કેળું ખાવાથી શરીરમાં વિટામિનનું સંશ્લેષણ કરવાનું કામ સરળ બને છે અને તે દૃષ્ટિ ટકાવી રાખે છે.

You might also like